કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનો 10 રનથી પરાજય થયો હતો. જેના પગલે મેચ બાદ કેપ્ટન ધોની અને કેટલાક બેટ્સમેન ફેન્સની ટીકાનો શિકાર બન્યા હતા. મેચમાં ધોનીએ 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. જેના પગલે કેટલાક યુઝર્સે ખુબ જ શરમજનક ટિપ્પણી કરી હતી. IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના પર્ફોમન્સથી નારાજ ફેંસે સોશિયલ મીડિયા પર તમામ હદોને પાર કરી દીધી છે. ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમની 5 વર્ષની દિકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપી હતી.
ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે. મહેન્દ્રસિંહ ધોનીની માસૂમ દીકરી પર દુષ્કર્મ કરવાની સોશિયલ મિડીયા પર વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી કચ્છનો હોવાનું સામે આવ્યું હતું. ધમકી આપનારો શખ્ય કચ્છના મુંદરાનો રહેવાસી નીકળતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઈન્સ્ટાગ્રામ પર એક શખ્સ અત્યંત અભદ્ર ભાષામાં ધોનીની 5 વર્ષની દીકરી ઝીવા ધોની સાથે રેપની ધમકી કોમેન્ટ કરી હતી.
આ કોમેન્ટના ક્રિકેટ વિશ્વ અને સોશિયલ મિડીયા પર અત્યંત ઘેરાં પ્રત્યાઘાત પડ્યા હતા. સમગ્ર દેશનાં લોકોએ આ વ્યક્તિ પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. જેના પગલે રાંચી પોલીસે કોમેન્ટ કરનાર શખ્સ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કોમેન્ટ કરનાર શખ્સ મુંદ્રાના નાના કપાયાનો કિશોર હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે આજે કચ્છ પોલીસ દ્વારા તેની અટકાયત કરી કાલ રાંચી પોલીસને આ યુવાનનો હવાલો સોંપવામાં આવશે.
twitter.com
ANI@ANI A resident of Kutch district in Gujarat arrested by Police for allegedly giving rape threats to the daughter of cricketer Mahendra Singh Dhoni, over social media. The case was registered at Ratu Police Station in Ranchi of Jharkhand. 8:08 PM · Oct 11, 2020