ઓસ્ટ્રેલિયાએ સતત બીજી મેચ જીતીને ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં 2-0 થી વિજય મેળવ્યો હતો. આ માટે 390 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા વિરાટ બ્રિગેડ નિર્ધારિત 50 ઓવરમાં 338/9 રન બનાવી શકી હતી. જેના પગલે મેજબાન આ મેચ 51 રનોથી જીતી ગઈ હતી. આ જીત માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ધરતી ઉપર ભારતના હાથ થયેલી ગત હારનો બદલો લીધો છે. પહેલી વનડે મેચમાં ભારતીય બોલરો લય મેળવવા માટે ઝઝૂમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતની નબળાઈનો ખૂબજ ફાયદો ઉઠાવ્યો. 375 રનના ટાર્ગેટની પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયા 308 રન જ કરી શકે. હાર્દિક પંડ્યાએ 90 રન કર્યા. કેપ્ટન કોહલી 21 રન જ કરી શક્યો. શિખર ધવને 74 રનની ઇનિંગ રમી. મયંક અગ્રવાલ 22, શ્રેયસ એય્યર 2 અને કેએલ રાહુલ 12 બિન જવાબદાર શોટ રમીને જલ્દી આઉટ થઈ ગયા હતા. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા કેપ્ટન એરોન ફિન્ચ, સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલે પહેલી વનડે મેચમાં શાનદાર ફોર્મ દર્શાવ્યું. ફિન્ચ અને સ્મિથે તાબડતોડ સદી ફટકારી તો વોર્નરે અડધી સદી કરી. મેક્સવેલે પણ તોફાની 45 રન ફટકાર્યા. ટીમ ઈન્ડિયાએ અત્યારના ઓસ્ટ્રેલિયા પ્રવાસની વનડે શ્રેણી ગુમાવી દીધી છે. 2018/19 ની દ્વિપક્ષીય વનડે સિરિઝમાં કાંગારુ ટીમને ટીમ ઈન્ડિયાએ 2-1 થી હાર આપી હતી. શ્રેણીની છેલ્લી મેચ 2 ડિસેમ્બરે કેનબરામાં રમાશે.