બોલિવૂડની દિગ્ગજ અદાકારા સાયરા બાનો અને દિલીપ કુમાર બોલિવૂડનાં તે કપલ્સમાંથી છે જેમનાં પ્રેમની મિશાલ આપવામાં આવે છે. બંનેનાં લગ્નને 54 વર્ષ થઇ ગયા છે. આજે પણ બંને એકબીજાનો સાથ નિભાવી રહ્યાં છે. બંનેનાં પ્રેમમાં આજે પણ કોઇ કમી નથી આવી. દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય ગત ઘણાં વર્ષોથી સારુ નથી એવામાં સાયરા બાનો જ છે જે વર્ષોથી પતિ દિલીપ કુમારની દેખરેખ કરી રહી છે. સાયરા બાનોએ હાલમાં જ દિલીપ કુમારની હેલ્થ અપડેટ આપી છે. તેણે જણાવ્યું કે, દિલીપ કુમાર હાલમાં ઘણાં કમજોર છે અને તેમની ઇમ્યૂનિટી ખુબજ ઓછી થઇ ગઇ છે. તેણે આ દરમિયાન આ પણ કહેવામાં આવ્યું છે કે, તે કંઇ એટલે દીલિપ કુમારનું ધ્યાન નથી રાખતી કે તેમનાં પર કોઇ દબાણ છે. તે તેમનું ધ્યાન એટલે રાખે છે કારણ કે તે દિલીપ કુમારને પ્રેમ કરે છે. અને તેમને દીલિપ કુમારનું ધ્યાન રાખવું ગમે છે.
કહ્યું કે, તે નથી ઇચ્છતા કે લોકો તેમનાં વખાણ કરે. ‘મારુ તેવો મક્સદ જરાં પણ નથી કે, કોઇ મારા વખાણ કરે. અને કહે કે હું એક ડેડિકેટેડ પત્ની છું. તે હાલમાં ઘણાં કમજોર છે. અને તેમની ઇમ્યુનિટી ઓછી થઇ ગઇ છે. ઘણી વખત તે હોલ સુધી ચાલીને આવે છે પછી પરત તેમનાં રૂમમાં જતા રહે છે. તેમનાં સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરો.’ વધુમાં કહે છે ‘તે કંઇ એટલે દીલિપ કુમારનું ધ્યાન નથી રાખતી કે તેમનાં પર કોઇ દબાણ છે. તે તેમનું ધ્યાન એટલે રાખે છે મને વખાણ નથી જોઇતા. તેમની સાથે હોવું અને તેમની સાથે રહેવું મારા માટે જરૂરી છે. હું તેમને ખુબજ પ્રેમ કરુ છું તે મારો શ્વાસ છે. ‘ આ વર્ષે દિલીપ કુમારે તેમનાં બે ભાઇઓને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એવામાં બંનેએ 11 ઓક્ટોબરનાં તેનાં લગ્નની વર્ષગાંઠ ઉજવી નહોતી.