સુશાંત સિંહ રાજપૂત મામલે જોડાયેલાં ડ્રગ્સ એંગલ અંગે NCBએ બુધવારે મુંબઇમાં ડ્ર્ગ્સનાં સૌથી મોટા સપ્લાયરની અટકાયતમાં લીધા છે. તેમાં એકનું નામ આઝમ શેખ જુમ્મન છે. NCB મુજબ, આઝમ હિમાચલ પ્રદેશથી સીધુ ડ્રગ્સ લઇને મહાનગર મુંબઇમાં મોટા પેડલર્સને વેચે છે. તપાસ એજન્સીનાં દાવો છે કે, હાલમાં તેમનું સૌથી મોટુ સર્ચ ઓપરેશન છે. NCBએ ગ્રાહકોની એક લિસ્ટ પણ તૈયાર કરી છે.
NCBએ ગુરૂવારનાં બોલિવૂડનાં એક મેકઅપ આર્ટિસ્ટ અને હેરસ્ટાઇલિસ્ટ અને એક ઓટોરિક્ષા ડ્રાઇવરને 11 ગ્રામ કોકેઇન અને 56 હજાર રૂપિયા રોકડ સાથે ઝડપાયો હતો. તે અહીં ડ્રગ્સ વેચવા માટે લાવ્યો હતો. NCBની મુંબઇ ઝોનલ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, તપાસ એજન્સીએ શહેરનાં ઓશિવારા વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી તી. NCBનાં ઝોનલ હેડ તરફથી આજે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, શરૂઆતની તપાસમાં જ ખુલાસો થયો છે કે, ધરપકડ થયેલાં લોકોમાંથી એક સૂરજ ગોદાંબે છે. જે હેર સ્ટાઇલિસ્ટ છે. તે ઘણાં પ્રોડક્શન હાઉસ માટે કામ કરી ચૂક્યો છે. તે વરૂણ શર્મા અને અરબાઝ ખાનનો હેર સ્ટાઇલિસ્ટ છે. નિવેદન અનુસાર, કથિત રીતે તે બુધવારનાં કોકેઇનની આ સપ્લાય કરી હતી. આ મામલે સપ્લાયર એક ઓટો ડ્રાવર જે નાઇઝિરિયન સિંડિકેટ માટે કામ કરતો હતો તે બંને આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઇ મેટ્રોપોલિટનનાં મેજિસ્ટ્રેટે કોર્ટે 16 ડિસેમ્બર સુધી NCBની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. NCBએ ગત થોડા મહિના પહેલાં દીપિકા પાદુકોણ, ફિરોઝ નડિયાદવાલાની પત્ની અને અર્જુન રામપાલ સહિતનાં ઘણાં A લિસ્ટ સ્ટાર્સની અટકાયત કરી હતી. NCBએ મંગળવારે મુંબઇમાં ઘણાં સ્થાનો પર છાપેમારી કરી હતી જે બાદ પ્રતિબંધિત પદાર્થ લીધો હતો. અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, અત્યાર સુધીમાં NCBની રેઇડ દરમિયાન 2.5 કરોડ રૂપિયાનું ચરસ અને 13.51 રૂપિયા કેસ જપ્તે થયા છે.