જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મંજુર કરાયેલ બેટી બચાઓ બેટી ભણાઓ એક્શન પ્લાન મુજબ મુંદ્રા પ્રાંત અધિકારીશ્રી ચૌધરીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ ઉજાસ મહિલા સંગઠન, મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી ભણાવો યોજના અન્વયે તાલુકા કક્ષાએ જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષશ્રી ચૌધરી સાહેબે દિકરા અને દિકરી વચ્ચે ભેદભાવ ન રાખી અને દિકરીને પણ સમાન તક આપવા અંગે જણાવ્યુ તેમજ મહિલાઓમાં છુપા રહેલ નેતૃત્વ અને વહીવટ વિષે જણાવેલ હતું. પ્રાસંગિક ઉદબોધન સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય અને કાયદાકીય કામગીરી વિષે વિસ્તૃત સમજ આપવામાં આવેલ અને ૧૦ થી ૧૫ કિશોરીઓનું “બાલિકા મંચ” તૈયાર કરવા અને તે મંચ દ્વારા કરવાની થતી કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ કોઇ ક્લિનિકમાં ગર્ભની જાતિ માટે પરિક્ષણ થતુ હોય તો તેની માહિતી આપવા જણાવ્યુ હતુ.માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમજ તેમને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી માહીતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતિમ ચારણમાં ઉપસ્થિત તમામ બહેનોને મહિલા શક્તિ કેંદ્રના જિલ્લા કોર્ડિનેટર શ્રી ભરતભાઇ સોલંકી દ્વારા બેટી બચાવો બેટી ભણાવો યોજના અંગેની શપથ લેવડાવેલ.ત્યારબાદ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પખવાડિયાની ઉજવણી ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ, ડો. યુ.એન. ટાંક તેમજ તમામ દ્વારા સાથે મળી વૃક્ષારોપણ કરવામાં આવેલ મંચસ્થ મહેમાનો, કિશોરીઓ અને આગેવાન બહેનોનું સ્વાગત રીનાબેન રબારી દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ મહિલા શક્તિ કેંદ્રના મહિલા કલ્યાણ અધિકારી શ્રી ચેતનભાઇ પેથાણી દ્વારા કાર્યક્રમની ઝાંખી તેમજ બેટી બચાવો બેટી ભણાવો યોજનાનો ઉદેશ્ય વિષે માહિતી આપવામાં આવેલ. ડો. યુ.એન. ટાંક દ્વારા કાર્યક્રમને અનુલક્ષી સંબોધન કરવામાં આવ્યુ હતુ.મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજનની કામગીરી કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉજાસ મહિલા સંગઠનના રીનાબેન રબારી, ડો. યુ.એન. ટાંક ઉપરાંત આગેવાન બહેનો અને કિશોરીઓએ ઉપસ્થિત રહ્યા હતા.