ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપેઈ ના જન્મદિવસ નિમિત્તે ૨૫ ડિસેમ્બરે સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૨૫ ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૪૫ વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે “સાત પગલા ખેડૂત કલ્યાણ” યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, રાપર તાલુકામાં પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતા, અંજાર તાલુકામાં કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર, ગાંધીધામ તાલુકામાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ભુજ તાલુકામાં ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, માંડવી તાલુકામાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકામાં પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઇ મહેશ્વરી, લખપત તાલુકામાં ચેરમેનશ્રી સરહદ ડેરી વલમજીભાઇ હુંબલ, નખત્રાણા તાલુકામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ત્રિકમભાઇ છાંગા, અબડાસા તાલુકા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
