અંજાર મતવિસ્તારના ભુજ તાલુકાના મમુઆરા ગ્રામ ખાતે મમુઆરા એપ્રોચ રોડ, હબાય એપ્રોચ રોડ, પધ્ધર-નાની રેલડી રોડના કામનું રૂ. ત્રણ કરોડના ખર્ચે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, મને કહેતા આનંદ થાય છે કે અંજાર વિધાનસભા ક્ષેત્રમાં આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ દ્વારા રૂ.૫૦ કરોડ રિસરફેસિંગ માટે દરેક ધારાસભ્યો માટે આ ગ્રાન્ટ ફાળવી છે. તેમણે હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, વર્ષોથી રસ્તાના રિસર્ફેસિંગ ન થવાને કારણે પ્રજાને પડતી મુશ્કેલીની સંવેદનશીલ સરકારે ચિંતા કરી છે. અંજાર વિધાનસભામાં પંચાયતના ઘણા રસ્તા મંજુર થયા છે. તેમાં નવાગામ, રાયપર, ખોખરા થી કનૈયાબે, નવાગામ ખીરાસરા, કુકમાં એપ્રોચ રોડ, રતનાલ એપ્રોચ રોડ, કોટડા સણોસરા, લાખોંદ કાળીતલાવડી થી ચપરેડી સુધીના રસ્તા મંજુર થઈ ગયેલ છે. સ્ટેટના રસ્તા કુકમાં, ચકાર, ચંદીયા રોડ માટે સાડા સાત કરોડ મંજુર થયેલ છે. કનૈયાબે જવાહર નગર રોડ ૪.૬૦ લાખ મંજુર થયેલ છે. ટપ્પર, ભીમસર, લાખાપર ૨૧ કી. મી રોડના રસ્તા માટે સાડા છ કરોડ થી મંજૂર કરવામાં આવ્યા છે. અજાપર, મોડવદર થી મીઠી રોહર રોડ માટે સાડા ત્રણ કરોડ રૂ. મંજુર કરવામાં આવેલ છે. આવી રીતે કુલ રૂ.૩૪ કરોડના રસ્તાના કામ મંજુર થયેલ છે. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, અંજાર વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અંજાર તાલુકામાં ૧૯ નવા પંચાયતઘરોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે બનાવવાની મંજૂરી આપી હતી અને તેમાંથી ૧૫ નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ થઇ ચૂકયું છે અને બાકીના ૪ ગ્રામ પંચાયતના મકાનોનું ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં જ રૂ.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સબસ્ટેશનોમાંથી ૨ સબસ્ટેશનોનું લોકાર્પણ તેમજ ૨ સબસ્ટેશનોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જીવાભાઈ શેઠ, શ્રી ગિરીશભાઈ છેડા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી હરિભાઈ જાટીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી કંકુબેન ચાવડા, યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ આહીર આગેવાન શ્રી સતીશભાઈ છાંગા, આ વિસ્તારના સરપંચશ્રીઓ, જિલ્લા-તાલુકા ભાજપના આગેવાનશ્રીઓ, હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.