આગામી 3 મહિનામાં ચીન સાથે 900 કરોડ રૂપિયાનો વેપાર કરવાનો હતો. પરંતુ અમે આ પ્લાનને કેન્સલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીનના બહિષ્કાર કરવા માટે અમે પ્રતિબ્ધ છીએ.
ચીન ઉપર નિર્ભરતા ઓછી કરવા માટે યુનાઈટેડ સાઈકલ્સ પાર્ટ્સ એન્ડ મેન્યૂફેક્ચર્સ એસોશિએશન (UCPMA)ને ટેક્નિકલ મદદ કર્યા પછી હીરો સાઈકલ (Hero Cycles)ના એમડી અને ચેરમેન પંકજ મુંજલે એક નવી જાહેરાત કરી છે. શુક્રવારે પંકજ મુંજલે કહ્યું કે તેમણે ચીન સાથે 900 કરોડ રૂપિયાના વેપારને કેન્સલ કર્યો છે. તેમણે શુક્રવારે કહ્યું કે આગામી 3 મહિનામાં ચીન સાથે 900 કરોડ રૂપિયાનો વેપાર કરવાનો હતો. પરંતુ અમે આ પ્લાનને કેન્સલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીનના બહિષ્કાર કરવા માટે અમે પ્રતિબ્ધ છીએ.
અત્યાર સુધી હિરો સાઈકલ્સ હાઈ-એન્ડ બાઈસાઈકલ્સના પાર્ટ અને સાઈકલ્સની આયાત પણ કરી રહી હતી. હાઈ-એન્ડ બાઈસાઈકલ્સ પ્રોફેશનલ બાઈકર્સ અને રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બાઈસાઇકલ્સની કિંમત આશરે 15 હજાર રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીની હોય છે.મુંજલે વધુમાં જણાવ્યું હતું કે, થોડાક મહિનાઓ દરમિયાન દુનિયાભરમાં સાઈકલની માંગમાં વધારો થયો છે. જેના જોઈને કંપની પોતાની ક્ષમતામાં વધારો કરવા લાગી છે. તેમણે એ પણ કહ્યું કે લોકડાઉનના સમય દરમિયાન નાની કંપનીઓને મોટું નુકસાન થયું છે