આજે પાટણ જીલ્લા ના સરસ્વતી તાલુકા ના મોટા નાયતામાં હનુમાનજી ના મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સરસ્વતી તરફથી બ્લડ કેમ્પ યોજાયો હતો. આ બ્લડ કેમ્પ માં ગુજરાત ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર તથા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, નંદાજી ઠાકોર ધનાવાડા, જીબાજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, જગતજી ઠાકોર, દલપતજી ઠાકોર (ટાઇગર ગ્રુપ ગાંધીનગર )જેવા મહેમાનો એ હાજરી આપી આપી હતી. આજે આ મહા બ્લડ કેમ્પ માં ટોટલ 251બોટલ રક્તદાન મેળવ્યું હતું જેમાં પટેલ વોલેન્ટરી બ્લડ બેંક મોડાસા અને HK વોલેન્ટરી બ્લડ બેંક પાટણ એ એકત્રિત કર્યું હતું, જેમાં ફરજીયાત સૅનેટાઇઝર અને ખાસ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું, આ મહાન કાર્ય માં ચા ના દાતા ગોપાલપુરી બ્લીડીંગ મટેરીયલ મેલુસન, તેમજ નાસ્તા ના દાતા અણદાભાઈ જોશી અને કમસીભાઇ રબારી હતા, આ બ્લડ કેમ્પ માં ખાસ સરસ્વતી ઠાકોર સેના તેમજ ગામ લોકો ઉમળકા ભેર જોડાયા હતા, અને બ્લડ કેમ્પ ને સફળ બનાવ્યો હતો, જે ઘણા લોકો ની નવી જિંદગી બક્ષશે.
અહેવાલ :મેલજીજી ઠાકોર ખોડાણા