આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત લારીમા રાખેલ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા કચ્છ
જીલ્લાના નાના વેચાણકારોને/લારીવાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવશે. ફળ, શાકભાજી અને
ફુલપાકોનું તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતા/હાટ બજારમાં વેચાણ કરતાં/લારીવાળા ફેરીયાઓને
બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની
એક વ્યકિતને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ ખેડુત પોર્ટલ પર
ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવાઓ રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની નકલો તેમજ
સબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો
સહીતની અરજી નાયબ બાગાયત નિયામકશ્રી, રૂમ નં ૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે રજુ કરવી.