ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના – હારીજ અને સદારામ બ્લ્ડ સેવા સમિતિ – પાટણ દ્વારા હારીજ તાલુકાના જશોમાવ ગામમાં રામદેવપીરના મંદિરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં હારીજ તાલુકા ના તમામ ગામો ની ઠાકોર સેનાની સમિતિઓ તેમજ સામાજિક સંશ્થાઓએ ભાગ લીધો હતો.


ઘણા સમય થી ઠાકોર સેના સમિતિઓ અલગ અલગ જગ્યા પર બ્લડ કેમ્પ યોજી મોટા પ્રમાણ માં રક્તદાન કરાવી રક્ત મોટી સંખ્યામાં બ્લડ બેંક માં જમા કરાવી, જરૂરિયાત મંદ લોકોને બ્લડ પૂરું પાડી મહામૂલ્ય જિંદગી બચાવી રહ્યા છે.આ મહારક્તદાન કેમ્પ માં કુલ 301 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ. જેમ દરેક તાલુકા ઠાકોર સેનાની સમિતિઓ હાજર રહી હતી.મંત્રી શ્રી દિલીપસિંહ ઠાકોર .જીબાજી ઠાકોર, સેધુમાં તેમજ ઉદય જાલેરાએ તમામ રક્તદાતાશ્રીઑ તથા આયોજકશ્રીઑ ને ખુબ ખુબ ધન્યવાદ સહ આભાર માન્યો હતો.
રિપોર્ટર : મેલજીજી ઠાકોર, ખોડાણા