નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકાર 200 લોકોની છૂટ સાથે ગરબા યોજવાની બાબત વિચારધીન છે.
નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકાર મોટી છૂટછાટ આપે તેવા સંકેત મળી રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 200 લોકો સાથે રિઓપનની નવી ગાઈડ લાઈન મુજબ ગરબા યોજાઈ શકે છે. શરતોને આધીન શેરી-ગરબાના આયોજનને છૂટ આપવાની શક્યતા વ્યક્ત કરી. નીતિન પટેલે જણાવ્યું કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાની છૂટ મળી શકે છે. પરંતુ આ મુદ્દે તમામ સ્થિતિની સમીક્ષા કરીને સરકાર આખરી નિર્ણય કરશે તેમ જણાવ્યું.
આ અગાઉ રાજ્યએ તમામ મોટા ગરબા આયોજકોને ગરબાના આયોજન માટે મનાઈ કરી છે. કોરોનાની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે રાજ્ય સરકાર નવરાત્રીનું આયોજન નહી કરે. આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.